Thursday, August 2, 2012

રક્ષા બંધન

આપદા સમાજ માં રક્ષા બંધન જે રીતે ઉજવાય છે, એ જોઇને એવું લાગે કે આ પ્રથા તો સ્ત્રી ની સુરક્ષા માટે છે। પણ એ જાની લેવુ જોયીયે કે સુરક્ષા કરનારી શકતી નારી ની છે। આ દિવસે ભાઈ પોતાની બેન પાસે રક્ષા માગવા આવે છે, આપવા નહી। એ સાચી વાત છે કે દ્રૌપદી ની રક્ષા કરવા શ્રી ક્રષ્ણ આવ્યા હતા, પણ સૂક્ષ્મ માં બેન નું ચિત્ત ભાઈ પર રક્ષા ઢાલ બની રહે, એવું સહજ યોગ માં માનવાનુ સીખ્વાડ્યું છે, શ્રી માતાજી એ કહ્યું છે।

તો ભાઈયો, આ વરસ ની રાખડી તમને સુરક્ષા આપે। અને બેહનો, તમારી રાખડી હમારી સંકટ મોચન બની રહે।

ભાઈયો ને અરજ છે કે બેનો નું સમ્માન કરે, એ આપડી હોઈ કે બીજા ની। બેહનો ને અરજ છે કે ચિત્ત આ દૈવિક બંધન ઉપર રાખે, એના ભોઉતિક પ્રકાર પર ન રાખે।


સમય - ચિત્ત

ફાલતું ની વસ્તુ માં ચિત્ત નાખી,
સમય પાણી જેમ વહી જાય છે।
ભગવાને તમને ગોતી કાઢયા,
પણ આંખો ને ભગવાન કેમ નો દેખાઈ?

Friday, July 27, 2012

વૈશ્ણવ જન તો...

નરસી મેહતા નુ લિખિત આ ભજન ગાંધીજી એ પૂરી દુન્યા માં પ્રસિદ્ધ કર્યું. પણ એની અંદર ની એક પન્ખતી મને સવથી વધારે ગમે: "(જો) પીધ પરાયી જાને હૈ". 

સહજ યોગ મા આત્મ-સાક્ષાત્કાર લીધા પછી મનુષ્ય માં એક એવી શક્તિ જીવિત થઇ જઈ છે કે સામે ઊભેલું માણસ પર શું વીતી રહી છે, એ વસ્તુ નો આભાવ તત-ક્ષણ થઇ જાય. જો કોઈને કોઈ સાંસારિક કે માનસિક તકલીફ હોઈ, તો એક સહજ યોગી એ તકલીફ ને પોતા ના અંતર માં જોઈ સકે છે. 

આ શક્તિ જાગૃત કરવાની પદ્ધાત ઘણી સરળ છે. બસ, થોડો સમય કાઢી, અ વિડિઓ માં શ્રી માતાજી સાથે આત્મ-સાક્ષાત્કાર નો અનુભવ લો:

આત્મસાક્ષાત્કાર પછી સામુહિકતા માં ધ્યાન-ધારણા કરવાનું મહત્વપૂર્ણ છે. 
નજદીકી સહજ યોગ કેન્દ્ર ગોતી લો અને જીવન માં આનંદ લઇ આવો:

Wednesday, June 2, 2010

સદબુદ્ધિ

રોજ નું એકજ નાટક
અહંકાર બધી બાજુ દોડે 
પણ સીધો નહિ ચાલે
ખેકડા ની જેમ આડો આડો ભાગે

આવા ગધેડા જેવો અહંકાર
કેવી રીતે વશમાં થઇ?
કોઈ તરકીબ, કોઈ દવા હોઈ
તો મોકલી આપજો, મા

સંસાર ના બધા સાધન આપ્યા
પણ સાથે આવી માયા
હવે મહામાયા ની ઓળખાણ આપો
તમારું કામ નો અટકે, એવો નિરહંકાર આપો


Tuesday, June 1, 2010

સહજ યોગ બદ્ધા માટે છે

૨ દિવસ પેહલા એક સજ્જન મળ્યા અને એમને પૂછ્યું "તમે મહારાષ્ટ્રિયન છો"? મેં કીધુ ના, હમારું પરિવાર ગુજરાત થી આવ્યું છે. "ગુજરાતીયો નો સહજ યોગ માં આવવાનું સરળ નથી, એવું શ્રી માતાજી એ કહ્યું હતું" 

વાત તો અ ખોટી નથી. પણ અ વાત શ્રી માતાજી એ ૭૦ ના દશક માં કીધી હતી. આજે મુંબઈ માં ઘણા ગુજરાતીયો સહજ યોગ કરે છે. સહસ્રાર પણ ગુજરાત માં ખોલ્યું હતુ. અને સવથી પેહલા રાવલ-બાઈ એજ શ્રી માતાજી ને ઓળખીને દેવી ની જેવી આરતી થઇ, એવી આરતી કરી હતી. આજે નારગોળ મા નિર્મળ વૃક્ષ ની આજુ બાજુ ધરમ-શાળા બની રહી છે. ૭૦ ના દશક ની વાત પરમ-ચૈતન્ય ને સંભ્કયી: એનો પ્રભાવ એવો પડ્યો લાગે છે કે ગુજરાતી પરિવારો માં સાધુ સંતો એ જનમ લીધો છે. ગુજરાતી જીવન ના વિકાર જોવા માટે, અને ચિત્ત થી એના પરિવર્તન માટે ઘણા સાધુ અને સહજ યોગી ગુજરાતી બન્યા છે - કે વિશ્વ ના આ ટુકડા પર પણ પ્રકાશ પડી જાય. 

પણ ગુજરાતીઓ નું સહજ માં રેહવાનું અને પનાપ્વાનું તો ઘણું મુશ્કિલ છે. ડોલરિયા દેશ જવાનું સવથી મોટી priority છે - ડોલર કમાવાનું સવથી મોટું કાર્ય. અ બધાઓ ગુજરાતી માનસ ને નીચે લાવીને મૂકી દે છે. પૈસા ને પૂજવા વાળા ઘણા બીજા ભી લોકો છે, પણ ગુજરાતી અને પૈસા ની લાગણી જેવી રીતે કે જન્મો જન્માંતર ની લાગણી હોઈ. 

કેહવામાં આવે છે કે યેહુદી લોકોની ઘણી વસ્તીઓ હતી. એમાં થી ૧૦ વસ્તીઓ ખોવાઈ ગઈ હતી. એને "લોસ્ટ ત્રીબ્ઝ" (lost tribes) કેહવામાં આવે છે. આપડા લોકો ના લક્ષણો, રૂપ અને વર્ણ જોઇને યેહુડીઓ ને જોઈએ તો લાગે છે કે આપડા ગુજરાતી, સિંધી અને મારવાડી અ ૧૦ માંથી ૩ વસ્તીઓ હશે, જે ભારત વર્ષ તરફ આવી વસિયા. શ્રી યેસુ એ કીધેલું કે હું અ જગત માટે comforter (દિલાસો આપવા વળી વ્યક્તિ) મોકલીશ. અને આ જગત-માતા દુનિયા ના ખોવાયેલા લોકો ને પાર કરાવશે. સહજ યોગ અને આત્મ સાક્ષાત્કાર જગત ના બધા લોકો માટે બન્યું છે. ફક્ત એકજ પ્રાંત, કે જાત ના લોકો માટે બન્યું હોત તો એ મહાયોગ નો કેહલાત. 

મરાઠી ને લાગે કે સહજ યોગ આપડું છે, અને બાકી બધા દેસી વિદેશીઓ આવી સકે તો આવી જાય. આગળ જઈને ભારતીયો ને થઇ, હમમ સહજ યોગ તો ભારતીયો માટે છે, બાકી ના દેશો ને મળે તો ઠીક. આવી બેકાર ની વાતો કરવામાં સમય વ્યર્થ થાતો રહે. સહજ યોગ બધા માટે છે: યોગી, ભોગી. પણ એક વસ્તુ નો ભૂલી જવાય, કે સહજ યોગ થી વધારે માતાત્ત્વપૂર્ણ આપડી માં છે. 

આશા છે કે અ પરિવર્તન, ઉત્ક્રાંતિ ના કાર્ય મા માં આપડા જીવ મા રહે, કલ્યાણ થઇ અને સહજ સરળ ઉત્થાન થઇ જાય. 

જાય શ્રી માતાજી 

એક નાજુક પરિસ્થિતિ

૩ મહિના થી vibrations ઘણા કઠીન થઇ ગયા છે


હવે વિશુદ્ધિ માં કફ ભરાઈ ગયો છે. એનો ઉપાય ગોતી ગોતી ને થાકી ગયો છું. 

બસ, શ્રી માતાજી જાગૃત રહે, અને આપડું ચિત્ત શ્રી માતાજી તરફ રહે તો બધી વ્યાધિઓ નીકળી જવી જોયીયે


આશા છે કે ચિત્ત શ્રી માતાજી પર રેહશે અને કલ્યાણ થશે.