Thursday, August 2, 2012

રક્ષા બંધન

આપદા સમાજ માં રક્ષા બંધન જે રીતે ઉજવાય છે, એ જોઇને એવું લાગે કે આ પ્રથા તો સ્ત્રી ની સુરક્ષા માટે છે। પણ એ જાની લેવુ જોયીયે કે સુરક્ષા કરનારી શકતી નારી ની છે। આ દિવસે ભાઈ પોતાની બેન પાસે રક્ષા માગવા આવે છે, આપવા નહી। એ સાચી વાત છે કે દ્રૌપદી ની રક્ષા કરવા શ્રી ક્રષ્ણ આવ્યા હતા, પણ સૂક્ષ્મ માં બેન નું ચિત્ત ભાઈ પર રક્ષા ઢાલ બની રહે, એવું સહજ યોગ માં માનવાનુ સીખ્વાડ્યું છે, શ્રી માતાજી એ કહ્યું છે।

તો ભાઈયો, આ વરસ ની રાખડી તમને સુરક્ષા આપે। અને બેહનો, તમારી રાખડી હમારી સંકટ મોચન બની રહે।

ભાઈયો ને અરજ છે કે બેનો નું સમ્માન કરે, એ આપડી હોઈ કે બીજા ની। બેહનો ને અરજ છે કે ચિત્ત આ દૈવિક બંધન ઉપર રાખે, એના ભોઉતિક પ્રકાર પર ન રાખે।


સમય - ચિત્ત

ફાલતું ની વસ્તુ માં ચિત્ત નાખી,
સમય પાણી જેમ વહી જાય છે।
ભગવાને તમને ગોતી કાઢયા,
પણ આંખો ને ભગવાન કેમ નો દેખાઈ?

Friday, July 27, 2012

વૈશ્ણવ જન તો...

નરસી મેહતા નુ લિખિત આ ભજન ગાંધીજી એ પૂરી દુન્યા માં પ્રસિદ્ધ કર્યું. પણ એની અંદર ની એક પન્ખતી મને સવથી વધારે ગમે: "(જો) પીધ પરાયી જાને હૈ". 

સહજ યોગ મા આત્મ-સાક્ષાત્કાર લીધા પછી મનુષ્ય માં એક એવી શક્તિ જીવિત થઇ જઈ છે કે સામે ઊભેલું માણસ પર શું વીતી રહી છે, એ વસ્તુ નો આભાવ તત-ક્ષણ થઇ જાય. જો કોઈને કોઈ સાંસારિક કે માનસિક તકલીફ હોઈ, તો એક સહજ યોગી એ તકલીફ ને પોતા ના અંતર માં જોઈ સકે છે. 

આ શક્તિ જાગૃત કરવાની પદ્ધાત ઘણી સરળ છે. બસ, થોડો સમય કાઢી, અ વિડિઓ માં શ્રી માતાજી સાથે આત્મ-સાક્ષાત્કાર નો અનુભવ લો:

આત્મસાક્ષાત્કાર પછી સામુહિકતા માં ધ્યાન-ધારણા કરવાનું મહત્વપૂર્ણ છે. 
નજદીકી સહજ યોગ કેન્દ્ર ગોતી લો અને જીવન માં આનંદ લઇ આવો: