Tuesday, June 1, 2010

સહજ યોગ બદ્ધા માટે છે

૨ દિવસ પેહલા એક સજ્જન મળ્યા અને એમને પૂછ્યું "તમે મહારાષ્ટ્રિયન છો"? મેં કીધુ ના, હમારું પરિવાર ગુજરાત થી આવ્યું છે. "ગુજરાતીયો નો સહજ યોગ માં આવવાનું સરળ નથી, એવું શ્રી માતાજી એ કહ્યું હતું" 

વાત તો અ ખોટી નથી. પણ અ વાત શ્રી માતાજી એ ૭૦ ના દશક માં કીધી હતી. આજે મુંબઈ માં ઘણા ગુજરાતીયો સહજ યોગ કરે છે. સહસ્રાર પણ ગુજરાત માં ખોલ્યું હતુ. અને સવથી પેહલા રાવલ-બાઈ એજ શ્રી માતાજી ને ઓળખીને દેવી ની જેવી આરતી થઇ, એવી આરતી કરી હતી. આજે નારગોળ મા નિર્મળ વૃક્ષ ની આજુ બાજુ ધરમ-શાળા બની રહી છે. ૭૦ ના દશક ની વાત પરમ-ચૈતન્ય ને સંભ્કયી: એનો પ્રભાવ એવો પડ્યો લાગે છે કે ગુજરાતી પરિવારો માં સાધુ સંતો એ જનમ લીધો છે. ગુજરાતી જીવન ના વિકાર જોવા માટે, અને ચિત્ત થી એના પરિવર્તન માટે ઘણા સાધુ અને સહજ યોગી ગુજરાતી બન્યા છે - કે વિશ્વ ના આ ટુકડા પર પણ પ્રકાશ પડી જાય. 

પણ ગુજરાતીઓ નું સહજ માં રેહવાનું અને પનાપ્વાનું તો ઘણું મુશ્કિલ છે. ડોલરિયા દેશ જવાનું સવથી મોટી priority છે - ડોલર કમાવાનું સવથી મોટું કાર્ય. અ બધાઓ ગુજરાતી માનસ ને નીચે લાવીને મૂકી દે છે. પૈસા ને પૂજવા વાળા ઘણા બીજા ભી લોકો છે, પણ ગુજરાતી અને પૈસા ની લાગણી જેવી રીતે કે જન્મો જન્માંતર ની લાગણી હોઈ. 

કેહવામાં આવે છે કે યેહુદી લોકોની ઘણી વસ્તીઓ હતી. એમાં થી ૧૦ વસ્તીઓ ખોવાઈ ગઈ હતી. એને "લોસ્ટ ત્રીબ્ઝ" (lost tribes) કેહવામાં આવે છે. આપડા લોકો ના લક્ષણો, રૂપ અને વર્ણ જોઇને યેહુડીઓ ને જોઈએ તો લાગે છે કે આપડા ગુજરાતી, સિંધી અને મારવાડી અ ૧૦ માંથી ૩ વસ્તીઓ હશે, જે ભારત વર્ષ તરફ આવી વસિયા. શ્રી યેસુ એ કીધેલું કે હું અ જગત માટે comforter (દિલાસો આપવા વળી વ્યક્તિ) મોકલીશ. અને આ જગત-માતા દુનિયા ના ખોવાયેલા લોકો ને પાર કરાવશે. સહજ યોગ અને આત્મ સાક્ષાત્કાર જગત ના બધા લોકો માટે બન્યું છે. ફક્ત એકજ પ્રાંત, કે જાત ના લોકો માટે બન્યું હોત તો એ મહાયોગ નો કેહલાત. 

મરાઠી ને લાગે કે સહજ યોગ આપડું છે, અને બાકી બધા દેસી વિદેશીઓ આવી સકે તો આવી જાય. આગળ જઈને ભારતીયો ને થઇ, હમમ સહજ યોગ તો ભારતીયો માટે છે, બાકી ના દેશો ને મળે તો ઠીક. આવી બેકાર ની વાતો કરવામાં સમય વ્યર્થ થાતો રહે. સહજ યોગ બધા માટે છે: યોગી, ભોગી. પણ એક વસ્તુ નો ભૂલી જવાય, કે સહજ યોગ થી વધારે માતાત્ત્વપૂર્ણ આપડી માં છે. 

આશા છે કે અ પરિવર્તન, ઉત્ક્રાંતિ ના કાર્ય મા માં આપડા જીવ મા રહે, કલ્યાણ થઇ અને સહજ સરળ ઉત્થાન થઇ જાય. 

જાય શ્રી માતાજી 

No comments:

Post a Comment